ફોન વારંવાર સ્લૉ થઇ જાય કે બંધ થઇ જાય ત્યારે યૂઝર્સને ખબર પડી જાય છે કે, બગડવાની તૈયારીમાં છે, પણ તમને ખબર છે કે બીજા કેટલાક એવા ચેન્જીસ પણ...
ફોન વારંવાર સ્લૉ થઇ જાય કે બંધ થઇ જાય ત્યારે યૂઝર્સને ખબર પડી જાય છે કે, બગડવાની તૈયારીમાં છે, પણ તમને ખબર છે કે બીજા કેટલાક એવા ચેન્જીસ પણ છે જે ફોન બગડવાના સંકેત આપે છે.
અહીં અમે તમને બતાવીએ છીએ એવા કેટલાક સંકેત જેનાથી તમે જાણી શકશો ફોન હવે બગડવાની તૈયારીમાં છે.
અહીં અમે તમને બતાવીએ છીએ એવા કેટલાક સંકેત જેનાથી તમે જાણી શકશો ફોન હવે બગડવાની તૈયારીમાં છે.
* આ ચેન્જીસથી જાણી શકશો ફોન બગડવાની સ્થિતિ
1. ટચ સ્ક્રીન સ્લૉ થવી
જો ટચ સ્ક્રીન પર બે કે તેથી વધુ વાર ટેપ કર્યા પછી રિસ્પૉન્સ મળે તો સમજી લેવું કે ફોનની ડિસ્પ્લે ખરાબ થઇ છે.
- શું છે જરૂરીઃ ફોનમાં ડિસ્પ્લે રિસ્પૉન્ડ ના કરે તો ઓરિજીનલ સ્ક્રીન લગાવવાનો ખર્ચ ઓછામાં ઓછો 2 થી 3 હજાર રૂપિયા આવી શકે છે.
2. વારંવાર એપ બંધ થવી
કોઇ એપ પર કામ કરી રહ્યાં હોય અને તે વારંવાર બંધ થઇને હોમ સ્ક્રીન પર આવી જવાતું હોય.
- શું છે જરૂરીઃ જો આવુ થતું હોય તો ફોનમાં વાયરસ હોઇ શકે છે, આ સિવાય ફોનનું હાર્ડવેર પણ ખરાબ થયુ હોઇ શકે છે.
3. હોમ બટનને બે વાર ટેપ કરવું પડે
ફોનમાં બેથી વધુ વાર હોમ બટનને ટેપ કરવું પડતું હોય, તો જરૂર ફોનને સર્વિસ સેન્ટરમાં લઇ જવો પડશે.
- શું છે જરૂરીઃ હોમ બટન મહત્વનું બટન હોય છે અને તેમાનો પ્રોબ્લમ કોઇ હાર્ડવેરની ગડબડી બતાવે છે. ફોનનું હાર્ડવેર ખરાબ થઇ રહ્યું હોય તો તેને રિપેર કરાવવા માટે 1000-5000 રૂપિયા ખર્ચ થઇ શકે છે.
4. મેમરી વારંવાર ફૂલ થઇ જવી
સ્પેસ ખાલી કર્યા પછી પણ ફોનમાં મેમરી ઓછી છે, એપ્સ ડાઉનલૉડ કરવામાં મુશ્કેલી પડી રહી છે તો ફોનમાં માલવેયર છે.
- શું છે જરૂરીઃ માલવેયરના કારણે ફોનના સૉફ્ટવેરને નુકશાન પહોંચી શકે છે, સાથે સાથે તમારો પર્સનલ ડેટા પણ ચોરી થઇ શકે છે.
5. જલ્દી બેટરી ડિસ્ચાર્જ થવી
જો બેટરી જલ્દી ડિસ્ચાર્જ થઇ જતી હોય, તો તેના બે કારણ હોઇ શકે છે એક બેટરીમાં પ્રોબ્લમ અથવા તો ફોનની IC ખરાબ થઇ હોવી જોઇએ.
- શું છે જરૂરીઃ જો ફોનની બેટરી ખરાબ હોય તો ઠીક છે, પણ જો ફોનની IC અથવા તો ચાર્જિંગ સર્કિટ્સ ખરાબ થઇ હોય તો તમારે 1200- 2200 રૂપિયા સુધીનો ખર્ચ કરવો પડી શકે છે.
6. કેમેરો સ્ટાર્ટ થવામાં વાર લાગવી
જો ફોનમાં કેમેરો સ્ટાર્ટ થવામાં વાર લાગે તો નોર્મલ મેમરી પ્રોબ્લમ ઉપરાંત સૉફ્ટવેર ઇશ્યૂ પણ હોઇ શકે છે. આવું સૉફ્ટવેર બગના કારણે થઇ શકે છે. આનાથી ધીમે ધીમે બધી એપ્સ ઇન્ફેક્ટ થઇ શકે છે.
- શું છે જરૂરીઃ સૉફ્ટવેર બગનો ટેસ્ટ કરાવવો જરૂરી છે, જો આ જલ્દીથી રિપેર ના કરવામાં આવ્યો તો બાકીની એપ્સ પર પણ અસર પડી શકે છે.
7. વારંવાર ફોન હેન્ગ થવો
જો ફોન વારંવાર હેન્ગ થતો હોય તો સૉફ્ટવેર અને હાર્ડવેર બન્ને રીતનો ઇશ્યૂ હોઇ શકે છે. જો હાર્ડવેર ઇશ્યૂ હોય તો ફોન હેન્ગ થવાની સાથે સાથે બંધ થવા પણ લાગશે, અથવા તો મધરબોર્ડ ઉડવાની પણ સંભાવના છે.
- શું છે જરૂરીઃ જો મધરબોર્ડમાં કોઇ ખરાબી આવશે તો ફોન એકદમ બંધ થઇ જશે, આને રિપેર કરવા માટે ઓછામાં ઓછા 5000-7000 રૂપિયાનો ખર્ચ થશે.